ગઢપુરપતિશ્રી ગોપીનાથજી મહારાજનો 188 મો વાર્ષિક પાટોત્‍સવ

ગઢપુરપતિશ્રી ગોપીનાથજી મહારાજનો 188 મો વાર્ષિક પાટોત્‍સવ સર્વ અવતારના અવતારી સર્વોપરી ઇષ્ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ જે ભુમિને પોતાનું ઘર માની ને રહ્યા અને કહ્યુ કે "ગઢડુ મારૂને હું ગઢડાનો તે તો કદિ નથી મટવાનો" ગઢપુરને અક્ષરધામનું મધ્‍ય કહી પોતાના અંગે અંગનું માપ સ્‍વસ્‍વરૂપ શ્રી ગોપીનાથજીમહારાજની સ્‍થાપના સવંત ૧૮૮પ આસો સુદ ૧૨ ના રોજ સ્‍વહસ્‍તે કરી તે ગઢપુર પતિ શ્રી ગોપીનાથજીમહારાજનો 188મો વાર્ષિક પાટોત્‍સવ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્‍દ્રપ્રસાદજીમહારાજશ્રી ના રૂડા આશિર્વાદથી ગઢપુર મંદિરના બ્ર.શા.સ્‍વા.જ્ઞાનપ્રકાશાનંદજી, કોઠારી શા.સ્‍વા. ઘનશ્‍યામવલ્‍લભદાસજી, શ્રી એસ.પી.સ્‍વામી તથા સમગ્ર ટ્રસ્‍ટી મંડળ ના સાથ સહકારથી ભવ્‍યાતિ ભવ્‍ય રીતે આસો સુદ ૧૨ તા. 02/10/2017 ના રોજ ઉજવવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ દિવ્‍ય પાટોત્‍સવમાં ધામો ધામથી વંદનીય સંતો પધારશે તો આ પ્રસંગે પાટોત્‍સવના અદભુત દર્શનનો અને સત્‍સંગનો લાભ લેવા સર્વે મિત્ર મંડળ સહ કુટુંબ પરિવાર સહિત પધારવા અમારૂં ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ છે

Views: 72

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service