September 2012 Blog Posts (16)

જીવનનું સત્ય

[1] જીવન જીવવાની કલા

બેફામ સાહેબની એક રચના છે :

અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,

હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;

અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,

તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

જીવન…

Continue

Added by Swami Amrutswarupdasji - Sardhar on September 13, 2012 at 11:16pm — No Comments

પ્રેરકવિચાર

પ્રેરકવિચાર  

[1] માથું નીચું કેમ ?

એક ગામમાં કોઈ ગૃહસ્થે દાન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. ચોવીસે કલાક આ માણસની દાનશાળાના બારણા ખુલ્લા રહેતા હતા. ત્યાં નાતજાતનો, ધર્મસંપ્રદાયનો કે ઊંચનીચનો ભેદ હતો નહીં. ગૃહસ્થ જાતે પોતાને હાથે લોકોને દાન આપવા તત્પર રહે. કોઈ પણ માણસ દાન વિના પાછો ન ફરે એ વાતની તેઓ ખાસ કાળજી રાખતા. લોકોએ તેની આ દાનવૃત્તિના ખૂબ વખાણ કરવા માંડ્યા.

એક વાર એક સ્નેહીજને ગૃહસ્થને પૂછ્યું, ‘હું જોઉં છું કે, આપ…

Continue

Added by Swami Amrutswarupdasji - Sardhar on September 12, 2012 at 1:39pm — No Comments

જીવન શું છે ?

 – ફાધર વાલેસ

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ? તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો,…

Continue

Added by Swami Amrutswarupdasji - Sardhar on September 9, 2012 at 2:09pm — No Comments

અમેરિકામાં વધી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ.

સ્વામિનારાયણ સપ્રંદાયનો વ્યાપ વધવાનું કારણ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં છે



પશ્ચિમના દેશોની આધ્યાત્મિ ક્ષુધા દિન પ્રતિદિન વધતી જ જાય છે. આ દેશોમાં આપણે જેને ચારિત્ર્યશીલતા માનીએ છીએ, તેને સ્થાને લૈંગિક સંબંધોમાં ચારિત્ર્યશીલતા જોવા મળે છે. ભોગો ભોગવવાની અતૃપ્તિ ન રહે અને મનભર વાસનાઓને માણી લેતા આ માનવીઓ ભોગ વિલાસની અતૃપ્તિ-અશાંતિઓમાં એવા તો સપડાયા છે કે, તેઓ મનની શાંતિ માટે ભારતીય આધ્યાત્મવિદોના આશ્રય મેળવવા મથતા જ રહે છે. પરિણામે બ્રિટન, અમેરિકા, રશિયા આદિ દેશોમાં આપતા…

Continue

Added by Swami Amrutswarupdasji - Sardhar on September 9, 2012 at 2:07pm — No Comments

jay swaminarayan...!

Added by NARAN K BHARWAD on September 3, 2012 at 12:40pm — No Comments

Monthly Archives

2017

2016

2015

2014

2013

2012

2011

2010

1999

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service