પ. પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની ભાવિ આચાર્ય તરીકેની નિમણુંકની સ્વીકૃતિ અને માન્યતા ઠરાવતી આણંદની જીલ્લા અદાલત

પ. પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની
ભાવિ આચાર્ય તરીકેની નિમણુંકની સ્વીકૃતિ અને માન્યતા ઠરાવતી

આણંદની જીલ્લા અદાલત

વર્ષ ૨૦૦૮ માં વિરસદ મુકામે ઉજવાયેલ ધર્મ મહોત્સવ વખતે કેટલાક દ્વેષી વ્યક્તિઓ (૧) અશ્વિનભાઈ સોમાભાઈ કા. પટેલ – વિરસદ (૨) પી. પી. સ્વામી – વડતાલ એ વ્યક્તિગત રીતે આણંદની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ચાલી આવતી પરંપરા અને સ્થાપિત સિદ્ધાંતો નું ખંડન કરતી મનાઈ અરજી કરી અને એવી માંગણી કરેલી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાવિ આચાર્ય પદની કોઈ સંકલ્પના નથી અને પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ને પ. પૂ. શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજને ભાવિ આચાર્ય તરીકે નિમણુંક કરવાનો અધિકાર નથી અને પ. પૂ. શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજને પોતાની જાતને ભાવિ આચાર્ય તરીકે ઓળખવાનો કે તેવી રીતે પ્રસંગોમાં હાજરી આપવાનો અધિકાર નથી અને હરિભક્તોને પ. પૂ. શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજને ભાવિ આચાર્ય તરીકે ઓળખવાનો ન હોય તેવું કાર્ય ના કરે તેવો મનાઈ હુકમ માંગેલ.

જેમાં નામદાર નીચલી અદાલતે મનાઈ હુકમ ફરમાવેલ. જેની સામે વર્ષ ૨૦૧૦માં અપીલ દાખલ થતા તેની સુનવણી પૂરી થતા આજ રોજ (તા. 13 July, 2012) આણંદ ના મેં. જજ. શ્રી એસ. એન. વકીલ સાહેબે ચુકાદો આપી એવું ઠરાવેલ છે કે ભાવિ આચાર્યશ્રી ની સંકલ્પના ભગવાન શ્રી સ્વામિનારાયણ સમયથી ચાલી આવેલ છે અને તે પરંપરા પ્રમાણે શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજની ભાવિ આચાર્ય તરીકે નિમણુંક થયેલી છે.

અને એની સામે મનાઈ હુકમ માંગવાનો વાદિને કોઈ અધિકાર નથી અને આવો મનાઈ હુકમ આપી શકાય નહિ. જેથી નીચેની અદાલતે આપેલ પ્રતિબંધિત મનાઈ હુકમ રદબાતલ ઠરાવ્યો છે. આમ સંપ્રદાયમાં ભાવિ આચાર્ય પદની ચાલી આવતી પરંપરા અને શ્રી નુગેન્દ્રપ્રસાદજી મહારાજની ભાવિ આચાર્ય તરીકેની થયેલી નિમણુંકને સ્વીકાર કરેલ છે.

CLICK HERE TO READ NEWSPAPER ARTICLES

CLICK HERE TO READ IN ENGLISH

Views: 368

Comment by NARAN K BHARWAD on July 19, 2012 at 11:07am

jay ho jay ho swaminarayan bhagvan ni jay ho...

Comment by Maheshsinh vadher on July 19, 2012 at 11:55am

jay ho

Comment by hasmukh makwana on July 19, 2012 at 1:35pm

hallo chhapaiya swami jai swaminarayan aanand jilla adalate nirnay aapyo te ghani rudi vaat pan have jaldi aame param pujya 108 sri lalji nrugendra prasadji maharaj ne lal pagh peri 1008 dharma ni dhura sambhale tevi aasha sathe borivali thi BJP adhyaksh ward no.13 HASMUKH MAKWANA na jay swaminarayan co.09820214855

Comment by nilkanthvarni h Bhalja on July 19, 2012 at 6:50pm

jay shree swaminarayan

<iframe width="420" height="315" src="http://www.youtube.com/embed/xPoichxEiv8" frameborder="0" allowfullscreen></iframe>

Comment by madanmohan patel on July 19, 2012 at 7:20pm

Jay shree swaminarayan

Satya Mev Jayate

Comment by Patel Pragnesh Natvarlal on July 27, 2012 at 2:59pm

hello all jay swaminarayan

 

Comment

You need to be a member of Gopinathji.com to add comments!

Join Gopinathji.com

© 2017   Created by webmaster.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service